દેવદત્ત પટ્ટનાયકે ફાર્માસ્યુટિકલ કંપની અને હેલ્થકૅર ક્ષેત્રે ઘણાં વર્ષો સુધી ડૉક્ટર તરીકે પોતાની સેવા આપી છે. પોતાના સમગ્ર જીવન દરમિયાન એમણે હિન્દુ મહાકાવ્યો, પૌરાણિક શાસ્ત્રો અને દંતકથારૂપ બની ગયેલી દૈવી કથાઓમાં ખૂબ જ રસપૂર્વક સર્જન કર્યું છે. હેલ્થકૅર જેવા ઔદ્યૌગિક ક્ષેત્રે સતત પંદર વર્ષ સુધી કામ કર્યા પછી તેમણે પોતાની કારકિર્દીને નવો જ વળાંક આપ્યો અને હિન્દુ પુરાણશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી તેના પર સર્જનકાર્ય અને સાથેસાથે બિઝનેસ મૅનેજમૅન્ટમાં હિન્દુ ધર્મગ્રંથોના સિદ્ધાંતોના પાઠ શીખવવાનું શરૂ કર્યું.આ અગાઉ આવા જ પૌરાણિક કથાતત્ત્વ પર લખાયેલું એમનું 'હિન્દુ કેલેન્ડરનાં સાત રહસ્યો' પુસ્તક બેસ્ટસેલર બન્યું છે.
Social Links:-
“Shiv Na Saat Rahasyo” has been added to your cart. View cart