Devangi Bhatt
10 Books
દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનું એક સશક્ત નામ છે. એમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં, લેખનશૈલી પણ આગવી છે. ‘વાસાંસિ જીર્ણાનિ’ની ક્રૂર જર્મન નાયિકા ઓરોરા મિલર હોય કે ‘સમાંતર’નો તેજસ્વી નાયક રઘુનાથ બર્વે ..... દેવાંગી ભટ્ટની કલમે ગુજરાતી સાહિત્યમાં અદ્ભુત પાત્રો ઉમેર્યા છે. દેવાંગી ભટ્ટ વીસ વર્ષ સુધી ગુજરાત યુનિવર્સીટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત હતા. યુનિવર્સીટીના સાંસ્કૃતિક આયોજનો માટે એમણે વર્ષો સુધી યુવાન વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. પણ રંગભૂમિ હંમેશા આ લેખિકા અને અભિનેત્રીનો પ્રથમ પ્રેમ રહી.રંગભૂમિના અનેક સફળ નાટ્યપ્રયોગો સાથે આ લેખિકાનું નામ જોડાયેલું છે. પછી એ સંગીત-નાટ્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કૃતિ “સમય સાક્ષી છે” હોય, કે ભવન્સની દ્વિઅંકી નાટકોની સ્પર્ધામાં લગભગ તમામ કેટેગરીમાં વિજયી બનેલું નાટક “ચિત્રલેખા” હોય . દેવાંગીની અંતિમ નાટ્યકૃતિ ‘એકલા ચાલો રે’ ટાગોરના અને કાજલ ઓઝા વૈદ્યના સાહિત્યિક વિવાદ પર આધારિત હતી.રંગભૂમિ માટે અનેક પ્રયોગો લખ્યા પછી વર્ષ ૨૦13 માં દેવાંગી ભટ્ટનો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘પરસેપ્શન’ પ્રકાશિત થયો. એ પછી લગભગ બે વર્ષ એમણે એડિટર નંદિની ત્રિવેદી માટે મેગેઝીન ‘મારી સહેલી’ ની કોલમ ‘બીદેશીની’ લખી. ભારતની દીકરીઓ કે જે વિશ્વના જુદા-જુદા દેશોમાં જઈ વસી હતી એમના અનુભવો આ કોલમમાં આલેખાયા. વાચકોએ આ ભાવવાહી લખાણને વધાવ્યું. પણ ભાવનાત્મક આલેખન કરી શકતા દેવાંગી ભટ્ટ એમના નિર્ભીક રાજકીય તથા સામાજિક લેખો માટે પણ જાણીતા છે. એમના બેબાક શબ્દો આસપાસ સહમતિ-અસહમતિની ડમરીઓ ઉડતી રહે છે, પણ અસહમતિ હોય એણે પણ આ આગવી કલમનો મજબુત અભિપ્રાય નોંધવો પડે છે. દેવાંગીએ શ્રી રામસ્વરૂપ દ્વારા લિખિત ‘Hinduism- Reviews and Reflections’ નો અનુવાદ કર્યો છે જેની પ્રસ્તાવના પદ્મભૂષણ ડેવિડ ફ્રોલી દ્વારા લખાઈ છે. આ અતિગંભીર લેખન સાથે દેવાંગી એમની હળવી શૈલીની તળપદી કવિતાઓ માટે પણ જાણીતા છે. લખાણના અનેક સ્વરૂપોમાં કામ કરતા લેખિકાને એમનું પ્રિય સ્વરૂપ પૂછો તો કહે છે “નવલકથા ... એક નવા વિશ્વનું નિર્માણ જેમાં શહેરો, રસ્તા, ઘરો, વૃક્ષો અને પાત્રો ...ત્યાં સુધી કે ઉંબરાનો દીવો પણ મારે જ સર્જવાનો હોય. જ્યાં કોઈ બીજું નથી, ફક્ત મારી કલ્પનાનો વિસ્તાર છે. ઈશ્વરને આ વિશ્વ બનાવતી વખતે કદાચ આવી જ અનુભૂતિ થઇ હશે.”

Showing all 10 results

  • Ashesh

    120.00

    Sounder નામનો એક English શબ્દ છે. જેનો અર્થ થાય છે ' એક જીવનને સ્પર્શતા અજાણ્યા પાસા '. અશેષ ની લખાણ શૈલી આ Sounder શબ્દ પર આધારિત છે અને experimental છે. ઇપ્સા નામની છોકરી એક સામાન્ય flirting ને પ્રેમ માની બેસે છે અને સ્થિરતા ગુમાવી દે છે. આ ઘટના જુદા -... read more

    Category: Fiction
  • Asmita

    120.00

    અમદાવાદના એક ઉચ્ચ મધ્યમવર્ગીય ઘરની ગૃહિણી સુમાં એક સવારે ગુમ થઈ જાય છે. બે યુવાન દીકરીઓની મા, રત્નાબેન અને અમૂલખ ભાઈની પુત્રવધૂ ઘર છોડીને જતી રહે છે. 'અસ્મિતા ' સુમાના ગૃહત્યાગ પછીની કથા છે. ઘર માટે, સંબંધો માટે, સંતાનો માટે આજીવન ખર્ચાઇને પોતાના માટે ન બચતી એક સ્ત્રીની આત્મશોધની યાત્રા... read more

    Category: Fiction
  • Case Book Of Mr Ray

    150.00

    મિ.રાય ક્રાઇમ બ્રાન્ચના બાહોશ અધિકારી છે. પચાસ વર્ષના મિ.રાય દેખાવે કોઈ ક્લાર્ક જેવા લાગે છે. એમનો દેખાવ , પહેરવેશ, તેલ નાખીને ઓળેલા વાળ ...બધું તદ્દન સામાન્ય. પણ એ સામાન્ય પ્રૌઢની વિચક્ષણ સમજ, અસાધારણ બુદ્ધિમતા અશક્ય લાગતાં ગુનાનો ઉકેલ શોધી શકે છે. આ પુસ્તક એમણે ઉકેલેલા બે ક્રાઇમ કેસને આલેખે છે.... read more

    Category: Fiction
  • Dharmo Rakshati

    299.00

    યુ. એસના 'કમ્યુનિકી મિડીયા હાઉસ'નો સિનિયર જર્નલીસ્ટ એડી અફઘાનિસ્તાનથી રિપોર્ટિંગ કરી રહ્યો છે, ત્યાં એને એક સમાચાર મળે છે, "મા મૃત્યુ પામી છે". એ મા જેની સાથે વર્ષો પહેલા સંબઁધ ટુટી ગયો હતો, જેને એક દાયકાથી જોઈ નથી... એ મા જતી રહી છે. આ કથા છે મા ને અંતિમ વિદાય... read more

    Category: Novel
  • Ek Hati Guncha

    299.00

    કોઈ મૃત્યુની પેલે પાર જતી રહેલ વ્યક્તિ ફરી મળે તો? તમે ધારેલું એના કરતા ગતજીવન સાવ જુદું નીકળે તો? તો?... તો?.... તો? અકલ્પ્ય સંભાવનાઓ પર જ જીવનનું સઘળું સૌંદર્ય ટકેલું છે. આ કથા એવી જ improbable Probeblity ની છે. તો એક હતી ગુંચા.... હતી? સાચ્ચે?

    Category: Fiction
  • Perception

    95.00

    પર્સેપશન ' 26 ટુંકી વાર્તાઓનો સંગ્રહ છે . સામાજિક તાણાવાણા, માનવીય આંતરસંબંધો અને કલ્પનો ને આધારે રચાયેલી આ વાર્તાઓ જીવાતા જીવનનું અને આધુનિક સમયનું પ્રતિબિંબ છે. મોતના કૂવામાં કામ કરતો માણસ, એક સાઈકિયાટ્રીસ્ટ, એક પરીક્ષામાં સુપરવિઝન કરતી સ્ત્રી, એક સાવકી મા ...આવા અવનવા પાત્રો લઈને લખાયેલી આ વાર્તાઓ રસપ્રદ છે.

    Category: Fiction
  • Samantar

    200.00

    સ્વતંત્રતાની લડતની પશ્ચાદભૂમાં આકાર લેતી આ નવલકથા ત્રણ મિત્રોની ગાથા છે. રઘુનાથ બર્વે, અનહિતા રઘુવંશી અને ઈમાદ સૈયદ. મૂળભૂત રીતે આ મિત્રતાની કથા હોવા છતાં એ ભારતના ઇતિહાસ વર્ષોને પણ આલેખે છે. સ્વાતંત્ર સંગ્રામ, વૈચારીક વિરોધ, મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા ...આ તમામ સમાંતરના કથકથનનો ભાગ છે. ગાંધીજી અને કેશવ... read more

    Category: Novel
  • Tvamev Bharta

    225.00

    મહાકાવ્ય 'રઘુવંશમ'ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે ... "त्वमेव भर्ता न च विप्रयोग:॥" (અર્થાત્ આવનાર દરેક જન્મમાં આપ જ મારા પતિ બનો.) પણ દરેક સ્ત્રીને સતીલક્ષ્મી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું . કોઈકના ભાગે ચંડી બનવાનું પણ આવે છે. આ કથા એક અવળચંડી બાઈ લીલાની છે. આ કથા નઘરોળ,... read more

    Category: Fiction
  • Vasansi Jirnani

    275.00

    "વાસાંસિ જીર્ણાનિ' એક મધ્યમ વયની બંગાળી ગૃહિણી પોલોમાંની કથા છે. કોઈ ખાસ ઉથલપાથલ વિના પોતાના ભર્યા સંસારમાં પોલોમાંએ જીવનના પચાસ વર્ષ વિતાવી દીધા છે. પતિ માટે ફણસનું શાક બનાવતી , દીકરાની વહુઓ સાથે સાડીઓ ખરીદતી પોલોમાં સુખી છે ...અને તોય ક્યારેક એને પળવાર એક અસંતોષ ઘેરી વળે છે. એને થાય... read more

    Category: Fiction