દર્શના ધોળકિયાનો જન્મ ભુજમાં થયો હતો. વિવેચક જયંત કોઠારીના માર્ગદર્શક હેઠળ 1985 થી 1990 દરમિયાન 'નરસિંહ મહેતાના આત્મ ચરિત્રાત્મક કાવ્યોનું સમીક્ષાત્મક અધ્યયન - નરસિંહચરિત્ર અને સંતચરિત્રની પરંપરાના સંદર્ભમાં' વિષય પર સંસોધન કરી PhD ની પદવી મેળવી હતી. 1985 થી તેઓ ભુજની લાલન કૉલેજમાં અધ્યાપિકા તરીકે કાર્યરત છે. ગુજરાતનાં મોટાભાગના સાહિત્યિક સામયિકોમાં તેમના લેખો સમયાંતરે પ્રગટ થતાં હોય છે. તેઓને સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત પણ કરવામાં આવ્યા છે.