ચાણક્ય, ભારતીય ઇતિહાસના એક યુગપુરુષ. તેમણે ભારતની સામાજિક વ્યવસ્થાના ઘડતરની ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો અને આજીવન ચારિત્ર્ય, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને જ મહત્ત્વ આપ્યું. તેઓ મહાપંડિત, કુશળ રાજનીતિજ્ઞ, તીક્ષ્ણ બુદ્ધિમાન, મક્કમ ઇરાદાવાળા અને સમયની પેલે પાર જોઈ શકનારા હતા. તેઓ પોતાના જ્ઞાનથી ભારતના ઇતિહાસનું એક સુવર્ણ પ્રકરણ બની શક્યા. તેમણે સમાજ, ધર્મ, રાજનીતિ, કર્મનું અમૂલ્ય જ્ઞાન રજૂ કર્યું, જે આજે 2300 વર્ષ પછી પણ એટલું જ વ્યાવહારિક છે. તેમની આ શાશ્વત નીતિઓ જીવનના અતિ મુશ્કેલ પ્રશ્નોમાં પણ સચોટ માર્ગદર્શન આપે છે.
“Sampurna Chanakya Niti : Chanakyament : Money Mind : Chatur Chanakya : Chanakya Mind (Combo Offer)” has been added to your cart. View cart