
B. N. Jog
1 Book
શ્રી બ. ના. જોગ મહારાષ્ટ્રના એક જાણીતા પત્રકાર હતા. એઓ 1954થી 1961 સુધી મુંબઈથી પ્રસિદ્ધ થતા અગ્રગણ્ય મરાઠી સાપ્તાહિક ‘વિવેક’ના તંત્રી હતા. એઓ મહારાષ્ટ્રના અનેક સામાયિકોમાં પ્રાસંગિક વિષયો ઉપર લખતા આવ્યા છે. પત્રકારિતા એ વ્યવસાય નહીં પણ ધર્મ છે, હોવો જોઈએ એમ કહેવામાં આવે છે. શ્રી જોગ એ શ્રેણીના જ્યેષ્ઠ પત્રકાર હતા. પત્રકાર તરીકે વાચકોને એઓ પરિચિત હતા જ; પરંતુ સાથે સાથે એઓ એક વ્યાસંગી લેખક પણ હતા. એઓએ લખેલાં પુસ્તકોમાં (1) ચીનનું આક્રમણ (2) બાંગ્લાદેશની મુક્તિ (3) પં. દીનદયાળ ઉપાધ્યાયનું રાજકારણ (4) મુસલમાન – આધુનિક ભારત સામેનો યક્ષપ્રશ્ન અને (5) ટીપુ સુલતાન પુસ્તકો નોંધ લેવા જેવાં છે.
દૂરદર્શન ઉપર દેખાડવામાં આવેલી ‘ટીપુ સુલતાન’ શ્રેણી સામે એઓએ સૌ પ્રથણ ઝુંબેશ ઉપાડી હતી અને છેવટે આ શ્રેણીમાં જે હકીકતો રજૂ કરવામાં આવી છે તે સંપૂર્ણ ઐતિહાસિક સત્ય નથી એવી નોંધ મૂકીને જ આ શ્રેણી પ્રસારિત કરવાની દૂરદર્શનને ફરજ પડી હતી. એમના એ પુસ્તકને પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. એમના દ્વારા લખાયેલા ગ્રંથ ‘હિન્દુ-મુસલમાન ઐક્ય, ભ્રમ આણી સત્ય’ને મહારાષ્ટ્રના જ્યેષ્ઠ સાહિત્યિક
સ્વ. પુ.ભા. ભાવેના નામે અપાતો પુરસ્કાર તો મળ્યો જ; તદુપરાંત મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદે પણ પ્રતિવર્ષે અપાતો પુરસ્કાર એ ગ્રંથને અર્પીને લેખકનું ગૌરવ કર્યું છે.