કઠોર અને નઠોર ઇતિહાસનાં તથ્યો
બારસો વરસ પહેલાં મુસલમાનોએ આપણા દેશ પર આક્રમણ કર્યું અને સૈકાઓ સુધી એકહથ્થું સત્તા ભોગવી. પરિણામે અહીંનું સમાજજીવન વેરવિખેર થઈ ગયું. આ આક્રમક મુસલમાની સત્તા સાથે હિન્દુઓ એક હજાર વરસ સતત સંઘર્ષ કરતા રહ્યા. અઢારમી સદીમાં તેઓએ મુસલમાની સત્તાનો સંપૂર્ણ પરાજય કર્યો.
પણ એ પહેલાં જ અંગ્રેજો અહીં દાખલ થયા હતા. આ નવા આક્રમકો સાથે પણ હિન્દુઓએ સંઘર્ષ શરૂ કર્યો. સશસ્ત્ર ક્રાંતિથી અહિંસક સત્યાગ્રહ સુધી વિવિધ માર્ગે અંગ્રેજ વિરોધી આ લડત ચાલતી હતી. આ લડતમાં મુસલમાનો પણ સહભાગી થાય એ માટે હિન્દુ આગેવાનો સતત પ્રયાસ કરતા રહ્યા. મુસલમાનો સાથે એક હજાર વરસથી ચાલતી દુશ્મનાવટ બાજુએ મૂકીને હિન્દુ સમાજે આગેવાનોના આ પ્રયત્નમાં પૂરેપૂરો સાથ આપ્યો.
આ પ્રયત્નોને મુસલમાનોએ કેવો અને કેટલો પ્રતિસાદ આપ્યો એ આ ગ્રંથનો મુખ્ય વિષય છે. તે દૃષ્ટિએ 1857થી 1989 સુધીનો કાલખંડ નજર સામે રાખવામાં આવ્યો છે. આધુનિક સમયના વાતાવરણમાં મુસલમાનો ભૂતકાળની પોતાની સંઘર્ષશીલ ધાર્મિક કલ્પનાઓ છોડીને અંગ્રેજો વિરુદ્ધની લડતમાં સાથ આપશે એ આશાથી હિન્દુ-મુસલમાન એકતાના પ્રયાસો શરૂ થયા. જોકે એ આશા નિષ્ફળ નીવડી. પરિણામે દેશના ભાગલા થયા.
જે થયું તે થયું, ભાગલા પછી તો મુસલમાનો આપણી સાથે હળીમળીને શાંતિથી રહેશે એવી અપેક્ષા હિન્દુઓ સેવતા હતા; પરંતુ સ્વાતંત્ર્ય પછીના બનાવો જોતાં એમની એ ભ્રમણા પણ ભાંગી પડી.
આજે આપણે ઇતિહાસના એવા વળાંક ઉપર ઊભા છીએ કે મુસલમાનોની આ સૈકાઓ જૂની સમસ્યાનો તાકીદે પુનર્વિચાર કરવો અતિ આવશ્યક છે. આ પુનર્વિચાર કરતી વખતે આધારગ્રંથ તરીકે આ પુસ્તકનો ઉપયોગ થશે એવો મને વિશ્વાસ છે.
– બ. ના. જોગ
Be the first to review “Hindu-muslim Ekta : Brahmna Ke Satya?”
You must be logged in to post a review.