
B. D. Kher
1 Book / Date of Birth:-
12-06-1917 / Date of Death:-
21-06-2012
ભા. દ. ખેરનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગરના કરજત ગામમાં થયો હતો. તેઓ કારકિર્દીના 20 વર્ષ ‘કેસરી દૈનિક’ના સહસંપાદક અને 10 વર્ષ ‘સહ્યાદ્રી’ના સંપાદક હતા. ટિળક અને સાવરકરનું સમગ્ર સાહિત્ય તેમણે સંપાદિત કર્યું છે. તેમણે આશરે નાનાં-મોટાં એકસો પુસ્તક લખ્યાં છે. મરાઠીમાં ચરિત્રાત્મક નવલકથા પહેલી વાર લખવાનું શ્રેય તેઓને જાય છે. સાવરકર વિશે ‘યજ્ઞ’, ચાફેરબંધુ પરની ‘ક્રાંતિફૂલ’, મહાભારત પર લખાયેલી ‘કલ્પવૃક્ષ’, ઝાંસીની રાણીના જીવન પર લખાયેલી ‘સમર સૌદામિની’ અને ચાર્લી ચૅપ્લિન વિશેની ‘હસતે દુઃખ’ જેવી લોકપ્રિય નવલકથાઓ લખી છે. કૃષ્ણ પર તેમણે ‘સારથી સર્વાચા’ અને જાપાનમાં થયેલા અણુસંહાર પર ‘હિરોશિમા’ નવલકથા લખી છે.
તેઓને ‘સોવિયેત લૅન્ડ નેહરુ પુરસ્કાર’(1974), ‘મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર’(1984) અને ‘હસતે દુઃખ’ માટે ‘સાહિત્યસમ્રાટ ન. ચિ. કેળકર પુરસ્કાર’(1993) એનાયત થયેલ છે.
“Yugdrashta” has been added to your cart. View cart