11 Books / Date of Birth:-
22-07-1936 / Date of Death:-
10-12-2012
અશ્વિની ભટ્ટ જાણીતા અને લોકપ્રિય નવલકથાકાર અને અનુવાદક હતાં. તેમની નવલકથાઓ વિવિધ સામયિકો અને દૈનિક સમાચારપત્રોમાં હપ્તાવાર પ્રકાશિત થઇ હતી.તેમનો જન્મ શિક્ષણશાસ્ત્રી હરપ્રસાદ ભટ્ટ અને શારદાબેન ભટ્ટને ત્યાં અમદાવાદ ખાતે થયો હતો. તેઓ માનસશાસ્ત્રમાં સ્નાતક થયા. તેઓ રંગભૂમિમાં રસ ધરાવતા હતા અને બાળ કલાકાર તરીકે બંગાળી નાટક બિંદુર છેલ્લે (બિંદુનો કિકો) માં કામ કરેલું. તેઓ લેખક તરીકેની કારકિર્દી પહેલાં મરઘાં ફાર્મથી માંડીને શાક-ભાજીના વેપાર જેવાં સંખ્યાબંધ વ્યવસાયમાં નિષ્ફળ ગયા હતા. ૨૦૦૨માં તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. તેઓ ટેક્સાસ, અમેરિકા ખાતે મૃત્યુ પામ્યા.તેઓ થોડો સમય નર્મદા બચાઓ આંદોલન સાથે પણ જોડાયેલા હતા.અશ્વિની ભટ્ટે ૧૨ નવલકથાઓ અને ૩ નવલિકાઓ લખેલી છે. તેમણે એલિસ્ટર મેકલિન અને જેમ્સ હેડલી ચેઇઝનાં સંખ્યાબંધ પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. તેમણે લેરી કોલિન્સ અને ડોમિનિક લેપાયરના ફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તકનો ગુજરાતીમાં અરધી રાતે આઝાદી નામે અનુવાદ કર્યો છે, જેની ઘણી પ્રસંશા થઇ છે.નવલકથાઓ લખવાની સાથે તેઓ રંગભૂમિ સાથે સંકળાયેલા હતા. તેમની કટિબંધ નવલકથા ટીવી ધારાવાહિક રૂપે પ્રસારિત થઇ હતી.
“Nirja Bhargav” has been added to your cart. View cart