Anurita Rathore Jadeja
1 Book
સંવેદનશીલ અને લાગણીસભર ઍવૉર્ડ વિજેતા પત્રકાર, લેખક, પ્રવાસી, કલાસંગ્રહાલયનાં સંચાલક તથા વાર્તાકાર – ઉપરાંત અનુરીતા રાઠોર જાડેજા જીવનકથાના લેખક પણ છે.તેમણે લખવાની શરૂઆત બે દાયકા પહેલાં The Indian Express અખબારમાં કરેલી. ત્યારબાદ તે Times Groupના પ્રકાશન Ahmedabad Mirrorમાં ફિચર્સ એડિટર તરીકે કાર્યરત રહ્યાં. આ બે કારકિર્દીની વચ્ચે તેમણે MY FM Radio અને ત્યારબાદ India Today સાથે કામ કર્યું.અનુરીતા સાહિત્યને અને કલાને લગતા કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કરે છે.અનુરીતા માને છે કે દરેક વ્યક્તિ પાસે કહેવાની પોતાની ‘વાર્તા’ હોય છે. મહત્ત્વનું એ છે કે એ વાર્તા કોણ કહે છે અને કેવી રીતે કહે છે. આ માટે તેમણે Soirees and Storiesની સ્થાપના કરી છે. આ વિશિષ્ટ પ્રવૃત્તિ દ્વારા તે વ્યક્તિઓ અને તેમના જીવનના ખાસ પ્રસંગો વિશેનાં પુસ્તકોનું નિર્માણ કરે છે. આવી વાર્તાઓ કેવી રીતે લખી શકાય એ માટે તેઓ નવોદિત લેખકો અને વક્તાઓને, ભારત અને ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ અને કૉલેજોના વિદ્યાર્થીઓને મુલાકાતી પ્રાધ્યાપક તરીકે માર્ગદર્શન આપે છે.અનુરીતા ‘Kailash Mansarovar – Cycle Rides Soul Journeys’ પુસ્તકનાં અનિતા કરવલ સાથે સહલેખક છે, જેમાં એક જૂથે સાઇકલ પર કૈલાસ માનસરોવરનો પ્રવાસ કરેલો તેની રોમાંચક વાતનું આલેખન થયેલ છે.

Showing the single result

  • Tame J Tamara Ghadvaiya

    350.00

    ‘તમે જ તમારા ઘડવૈયા’ મંજુલા પૂજા શ્રોફની પ્રેરણાત્મક જીવનસફરની અનોખી ઝાંખી છે, જેમણે રૂઢિગત નિયમો અને રિવાજોને અતિક્રમી જઈને પોતાની સફળતાની આગવી કેડી કંડારી છે. ઓરિસ્સાના શિવાંગી મહેલમાં લાડ-પ્યાર અને એશોઆરામની જિંદગી, હૉસ્ટેલની કપરી વાસ્તવિકતાનો સામનો, નાની ઉંમરે નિકટના સ્વજનોને ગુમાવવાની વેદના, ઘરથી ઘણે દૂર વસવાટ - આવા અનેક અનુભવોને... read more

    Category: Inspirational
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2022
    Category: Upcoming