Anjali Khandwala
1 Book / Date of Birth:-
21-09-1940 / Date of Death:-
11-04-2019
અંજલિ ખાંડવાળા ગુજરાતી ભાષાના ટૂંકી વાર્તાલેખક, ગાયક અને બાળસાહિત્યકાર હતા.
તેઓ વાનીએ કૉલેજ મોન્ટ્રીઅલ, કેનેડામાં 1970-75 સુધી અધ્યાપક હતા. તેઓ 1975માં અમદાવાદ આવ્યા અને ત્યાં જ વસી ગયા.
‘લીલો છોકરો’ તેમનો વાર્તાસંગ્રહ છે. અન્ય વાર્તાસંગ્રહ 'આંખની ઇમારત'માં પંદર ટૂંકી વાર્તાઓ છે. આ વાર્તાઓ પરિસ્થિતિ, તેનું વર્ણન અને લાગણીઓ માટે ધ્યાન ખેંચે છે. 'ઘૂંઘટ કે પટ ખોલ' તેમનો બીજો નવલિકાસંગ્રહ છે. આ સંગ્રહમાં ‘ચાંદલાનો વ્યાપ’ અને ‘શક્તિપાત’ જેવી નારીકેન્દ્રી વાર્તાઓ છે. 2019માં તેમના મૃત્યુ બાદ ત્રીજો વાર્તાસંગ્રહ ‘અરીસામાં યાત્રા’ પ્રકાશિત થયો.