અમિતા ગોવિંદા સમાજવિદ્યા અને શિક્ષણશાસ્ત્ર સાથે માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેમણે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી ph.D કર્યું છે. તેઓ ચારેક દાયકાથી શાળા કક્ષાએ કશુંક નવું કરવાની ધગશવાળા આચાર્યો અને શિક્ષકોના માધ્યમ દ્વારા 'વર્ગ એજ સ્વર્ગ' જેવી આબોહવા સર્જતા ક્લાસરૂમનું સર્જન કરતાં રહ્યા છે. તેમણે ભારતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ માટે વિશાળ ફલક પર અભ્યાસક્ષેત્રોનું સંચાલન કર્યું છે. હાલમાં જ તેમનું પુસ્તક Training Handbook and Activity Bank for pre-school Education programme પ્રકાશિત થયું છે.