અજયસિંહ ચૌહાણ ગુજરાતી લેખક અને વિવેચક છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્રા અને શબ્દસૃષ્ટિ સામયિકના સંપાદક હતા. તેમણે મણિલાલ હ.પટેલનાં માર્ગદર્શન હેઠળ ‘આધુનિકોત્તર ગુજરાતી કવિતા’ વિષય પર 2013માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી PhDની ડિગ્રી મેળવી હતી.
તેમણે આર્ટ્સ ફૅકલ્ટીના સેનેટ સભ્ય અને સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી બોર્ડ ઑફ સ્ટડીઝના સભ્ય તરીકે ફરજ બજાવી હતી. તેઓ 2013 થી 2017 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના સંચાલક મંડળના સભ્ય હતા.
તેમણે PhD થીસિસ ‘આધુનિકોત્તર ગુજરાતી કવિતા’ને પુસ્તક સ્વરૂપે 2013માં પ્રકાશિત કર્યું હતું. તેમણે ‘અમૃતલાલ વેગડ પ્રવાસ સાહિત્ય’, ‘સર્વત્રાર્ય નર્મદા’, ‘ગામ જવાની હઠ છોડી દે’ (મણિલાલ હ.પટેલની કવિતાઓ) અને કલાવીથીનું સંપાદન કર્યું.
2013માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમને ‘આધુનિકોત્તર ગુજરાતી કવિતા’ પુસ્તક માટે રમણલાલ જોશી વિવેચન પરિતોષિક અને 2013માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ઍવૉર્ડ એનાયત થયો હતો. ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમને 2016માં ‘યુવા ગૌરવ પુરસ્કાર’થી નવાજ્યા હતા.
“Aadhunikottar Kavita” has been added to your cart. View cart