Agnishekhar
1 Book
કવિ અગ્નિશેખર 3 મે, 1955 કાશ્મીરમાં જન્મ. કૉલેજકાળ દરમિયાન પર્વતારોહણ, સંગીત, સંસ્કૃતિ, કાશ્મીરી લોકસાહિત્ય સંપાદન અને સામાજિક-વૈજ્ઞાનિક વિશ્લેષણમાં ઊંડી રુચિ. મૌલિક લેખન તથા અનુવાદમાં વર્ષોથી સક્રિય. તેમના કાવ્યસંગ્રહો છે – ‘किसी भी समय’, ‘मुझसे छीन ली गई मेरी नदी’, ‘कालवृक्ष की छाया में’, ‘जवाहर टनल’, ‘मेरी प्रिय कविताएँ’, ‘जलता हुआ पुल’, नील गाथा’, मैं ललद्यद. આ ઉપરાંત અન્ય પ્રકાશનોમાં ‘हम जलावतन’ (નિર્વાસિત કાશ્મીરી કવિઓની પ્રતિનિધિ કવિતાઓના અનુવાદ) ‘मिथक नन्दिकेश्वर’, ‘दोज़ख’ (વર્તમાન કાશ્મીર કેન્દ્રી વાર્તાઓનું સંપાદન), ‘आतंकवाद के खिलाफ हस्तक्षेप’ (સહસંપાદન), ‘पैंग्स ऑफ़ एग्ज़ाइल’ (સહસંપાદન), समकालीन जम्मू-कश्मीर का साहित्य : गति – प्रगति’ (સંપાદન), ‘नो अर्थ अंडर अवर फीट’ (અરવિંદ ગિગ્ગુ દ્વારા અગ્નિશેખરની કવિતાઓનો અંગ્રેજી અનુવાદ) અને પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિક ‘पहल’ તથા ‘प्रगतिशील वसुधा’ના કાશ્મીરી વિશેષાંકના અતિથિ સંપાદક. * કાવ્યસંગ્રહ : ‘जवाहर टनल’નો ગુજરાતી, તમિલ, અંગ્રેજી, બંગાળી, પંજાબી, કન્નડ, ઉડિયામાં અનુવાદ. પુરસ્કાર – સન્માન : કેન્દ્રીય હિન્દી નિર્દેશાલય હિન્દીત્તર હિન્દી પુરસ્કાર (1994), ગિરિજાકુમાર માથુર સ્મૃતિ પુરસ્કાર (2003), ‘સૂત્ર – સન્માન’ (2006), જમ્મુ-કાશ્મીર સાહિત્ય અકાદમી ઍવૉર્ડ ‘સર્વશ્રેષ્ઠ પુસ્તક સન્માન’ (2010), મીરાં સ્મૃતિ સન્માન (2016), આચાર્ય અભિનવગુપ્ત સન્માન (2018), સાહિત્ય શતાબ્દી સન્માન (2019), ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન ‘સૌહાર્દ સન્માન’ (2018) કવિ અગ્નિશેખર વર્ષ 1990થી માતૃભૂમિ કાશ્મીરમાંથી નિર્વાસિત હોવાથી હાલ જમ્મુ નિવાસી છે તથા વિસ્થાપિતોના પ્રશ્નો માટે સક્રિય કાર્ય કરી રહ્યા છે. સંપર્ક : agnishekharinexile@gmail.com

Showing the single result

  • Jawahar Tunnel

    175.00

    આતંકવાદના પડછાયામાં કવિતાની છાયા હિંસા અને ઘૃણાનો ઇતિહાસ હરહંમેશ લોહિયાળ રહ્યો છે. ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરની સફેદ બર્ફીલી ઘાટીઓ વચ્ચે રહેંસાતા એક સમુદાયની વ્યથા લઈને કવિ અગ્નિશેખર ‘જવાહર ટનલ’ રૂપે આપણી વચ્ચે આવે છે. આ સંવેદના ઉછીની લીધેલી નથી. કવિ પોતે પણ એ જ સમુદાયનો હિસ્સો છે, જેઓ મૂળિયાં... read more

    Category: 2023
    Category: Latest
    Category: March 2023
    Category: New Arrivals
    Category: Poetry