13 Books / Date of Birth:-
15-09-1890 / Date of Death:-
12-01-1976
‘અગાથા ક્રિસ્ટી’ એટલે રહસ્યકથાના લેખકોમાં જગમશહૂર નામ. તેમને ‘Queen of Crime’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે લખેલી રહસ્યકથાઓની અંગ્રેજી ભાષામાં 100 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે અને બીજી 100 કરોડ નકલો દુનિયાની અનેક ભાષામાં અનુવાદિત થઈને સમગ્ર વિશ્વના વાચકો સુધી પહોંચી છે.
વિશ્વના ઈતિહાસમાં તેઓ એવાં લેખિકા છે જેમનાં પુસ્તકો અંગ્રેજી અને અન્ય ભાષામાં સૌથી વધુ સંખ્યામાં પ્રકાશિત થયાં છે. ફક્ત બાઇબલ અને શેક્સપિયરના પુસ્તકોનું વેચાણ આ સંખ્યાથી વધારે છે. તેમણે 80 ઉપરાંત પુસ્તકો અને 19 નાટકોનું સર્જન કર્યું છે.
રહસ્યકથાઓના લોકપ્રિય ડિટેક્ટિવ શેરલોક હોમ્સ જેવાં જ બે વિશિષ્ટ પાત્રો, હરક્યુલ પોઈરો અને મિસ માર્પલનું સર્જન અગાથા ક્રિસ્ટીએ કર્યું છે. વિશ્વભરના કરોડો વાચકોને ઘેલા કરનારી તેમની સસ્પેન્સ અને થ્રિલર કથાઓના અધિકૃત ગુજરાતી વર્ઝન સૌ પ્રથમવાર તમારા માટે અમે રજૂ કરી રહ્યા છીએ.
Social Links:-
“5 Little Pigs” has been added to your cart. View cart