12 Books / Date of Birth:-
15-10-1931 / Date of Death:-
27-07-2015
ડૉ. અબ્દુલ કલામનો જન્મ તમિલનાડુના રામેશ્વરમ્ ખાતે થયો હતો. તેમણે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી ઍરોનૉટિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો હતો. ભારતના વૈજ્ઞાનિકોમાં ડૉ. કલામનું નામ મોખરે ગણી શકાય. ભારતની અને વિદેશની એમ કુલ મળીને 45 યુનિવર્સિટીઓએ તેમને ડૉક્ટરેટની માનદ્ પદવીથી નવાજ્યા છે. તેઓ ઈ.સ. 1981માં ‘પદ્મભૂષણ’, ઈ.સ. 1990માં ‘પદ્મવિભૂષણ’ અને ઈ.સ.1997માં દેશનો સર્વોચ્ચ ‘ભારતરત્ન’ પુરસ્કાર મેળવી ચૂક્યા છે. ઈ.સ. 2007માં 'કિંગ ચાર્લ્સ II ઍવૉર્ડ', ઈ.સ.2008માં 'ધ વુડરૉ વિલ્સન ઍવૉર્ડ' અને 'ધ હુવર ઍવૉર્ડ' અને 2009માં 'ઇન્ટરનૅશનલ વૉન કારમાન વિંગ્ઝ ઍવૉર્ડ' જેવા આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી પણ તેઓ સન્માનિત થઈ ચૂક્યા છે. ડૉ. કલામ 25 જુલાઈ, 2002ના રોજ ભારતના અગિયારમા રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યાર બાદ સતત ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશોની હરોળમાં લાવીને મૂક્યું, તે જ તેમનું ધ્યેય અને મહત્ત્વાકાંક્ષા બની રહ્યાં હતાં. IIM શિલોંગમાં વક્તવ્ય આપતાં આપતાં તેઓ મૃત્યુને ભેટયા હતા.