4 Books / Date of Birth:-
28-04-1942 / Date of Death:-
05-02-2016
શ્રી એ. જી. કૃષ્ણમૂર્તિ (અચ્યુતાની ગોપાલ કૃષ્ણમૂર્તિ) Mudra Communication Pvt. Ltd.ના Founder Chairman, મૅનેજિંગ ડિરેક્ટર તથા AGK બ્રાન્ડ કન્સલ્ટના અધ્યક્ષ હતા.તેમણે MUDRA એજન્સી રૂ. 35,000/-ની મૂડી અને એક ક્લાયન્ટ સાથે શરૂ કરેલી. ફક્ત નવ વર્ષના ટૂંકાગાળામાં MUDRA ભારતની ત્રીજી સૌથી મોટી ઍવર્ટાઇઝિંગ એજન્સી બની ગઈ હતી.આમ તો શ્રી કૃષ્ણમૂર્તિ આંધ્ર યુનિવર્સિટીના ઇતિહાસ વિષયના ગ્રેજ્યુએટ હતા પણ તેમણે કહ્યા મુજબ તેમના સાચા ગુરૂ ભારતના ફલક પર ચમકતા તારલા સમાન ગિરાબેન સારાભાઈ, ધીરૂભાઈ અંબાણી અને ડૉ. વર્ગીસ કુરિયન છે. આ મહાન શિક્ષકોની સાથે તેમણે MUDRA વતી પુષ્કળ કહી શકાય એવાં 844 ઍવૉર્ડ્ઝ જીત્યા અને પુષ્કળ પ્રશંસા મેળવી.એમણે જે તે બ્રાન્ડની આગવી ઓળખ ઊભી કરવામાં જે ભાગ ભજવ્યો એની સામે ઍવૉર્ડ્ઝની સંખ્યા ગૌણ છે. વર્ષ 1995માં ભારતની અગ્રેસર માર્કેટિંગ જનરલ A&M દ્વારા શ્રી કૃષ્ણમૂર્તિને ઍડવર્ટાઇઝિંગ પર્સન ઑફ ધ યર માટે નોમિનેટ કરવામાં આવ્યા. ઈ.સ. 1997માં તેમને કલકત્તાની ઍડવર્ટાઇઝિંગ ક્લબ દ્વારા તેમના `Hall of the Fame'માં આમંત્રિત કરવામાં આવ્યા. ડિસેમ્બર 1998માં બ્રિટીશ મૅગેઝિન `મિડિયા ઇન્ટરનેશનલ' દ્વારા શ્રી કૃષ્ણમૂર્તિને આંતરરાષ્ટ્રીય કક્ષાના ઍડવર્ટાઇઝિંગ ઉદ્યોગના 25 અગ્રિમ ઉદ્યોપતિ સાથે નોમિનેટ કરવામાં આવ્યા. વર્ષ 1999માં તેઓને પ્રતિષ્ઠિત AAAI - પ્રેમનારાયણ ઍવૉર્ડ મળ્યો. જે તેમને તેમની ઉદ્યોગસાહસિકતાની દૃષ્ટિ અને મજબૂત ટીમ લિડરશીપ માટે મળ્યો. વર્ષ 2000માં તેમણે ઍડવર્ટાઇઝિંગ માટેની ભારતની પ્રથમ ઑનલાઇન રેફરન્સ લાઇબ્રેરીની સ્થાપના કરી જેને નામ આપ્યું MAGINDIA.COM.વર્ષ 2002માં તેમને `International Who's Who'ની 2002-2003ની આવૃત્તિમાં સામેલ કરવામાં આવ્યા. વર્ષ 2003માં તેમને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને MAA TV તરફથી સન્માનિત કરવામાં આવ્યા કારણ કે તેઓ આંધ્રમાં જન્મેલા પ્રખ્યાત સફળ લોકોમાંના એક હતા. તેઓએ અન્ય ઘણા લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ્ઝ અલગ-અલગ શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક સંસ્થાઓ પાસેથી મેળવ્યા.શ્રી કૃષ્ણમૂર્તિએ અનેક મૅગેઝિનમાં નિયમિત કૉલમ લખી. અંગ્રેજી અને તેલુગુ બંને ભાષામાં લખવાનો તેમને મહાવરો હતો. આજ સુધીમાં તેમના 6 પુસ્તકો અંગ્રેજીમાં અને 12 પુસ્તકો તેલુગુમાં પ્રકાશિત થયા છે. તેમના પુસ્તકોના અનુવાદો ગુજરાતી સહિતની ભારતની અનેક ભાષાઓમાં પ્રકાશિત થયાં છે. ગુજરાતીમાં પ્રકાશિત થયેલાં તેમનાં પુસ્તકો બેસ્ટસેલર બન્યાં છે.તેમના પરિવારમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. તેમનો પરિવાર હૈદ્રાબાદમાં રહે છે.