યોસેફ મેકવાન કવિ અને વિવેચક છે. તેઓ ગુજરાતી બાળસાહિત્યમાં તેમના યોગદાન માટે જાણીતા છે. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમનું કુટુંબ નડિયાદ નજીક આવેલા માલાવાડા ગામનું વાતની છે. તેઓ બુધસભામાં નિયમિત હાજરી આપતા. 1963માં તેઓ શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય અમદાવાદમાં શિક્ષક તરીકે જોડાયા હતા અને નિવૃત્તિ સુધી ત્યાં સેવા આપી હતી. તેમણે ત્રણ વર્ષ સુધી ‘વૈશાખી’ દ્વિમાસિક ચલાવ્યું હતું. તેમની પ્રથમ કૃતિ ‘અરાવત’ ‘સંસ્કૃતિ’ સામયિકમાં પ્રકાશિત થઈ હતી.
તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સ્વાગત’ને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમની બાળકવિતાઓ અને બાળવાર્તાઓને ગુજરાતી સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી પરિષદ દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 1883માં તેમને ‘સૂરજનો હાથ’ માટે ‘જયંત પાઠક કવિતા પુરસ્કાર’ મળ્યો હતો. 2013માં તેમને કુમાર સુવર્ણચંદ્રક મળ્યો હતો.