Yashvant Shukla
2 Books / Date of Birth:-
08-04-1915 / Date of Death:-
23-10-1999
યશવંત પ્રાણશંકર શુક્લ નિબંધકાર, વિવેચક, પત્રકાર, સંપાદક અને અનુવાદક હતા. તેમનો જન્મ ઉમરેઠમાં થયો હતો. 1938માં સુરતની એમ.ટી.બી. કૉલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. 1939-41 દરમિયાન ગુજરાત કૉલેજ તથા ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. 1942-45 દરમિયાન ભારતીય વિદ્યાભવનમાં પહેલાં રીડર પછી પ્રોફેસર. 1946-55 દરમિયાન ભો.જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેક્ટર. 1955-78 સુધી હ.કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં આચાર્ય. 1974-75માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. 1978થી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક. 1973-83 સુધી રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને ઍકિઝક્યુટિવ બોર્ડના સભ્ય. 1984-85માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂક્યા છે.