યશવન્ત મહેતા ગુજરાતી ભાષાના લેખક છે. તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા લીલાપુર ગામમાં થયો હતો. તેઓ કિશોર સાહસકથાઓ અને જીવન-ચરિત્રો માટે જાણીતાં છે. તેઓએ ૪૫૦થી વધુ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૦૦ જેટલી કિશોર સાહસકથાઓનો સમાવેશ થાય છે. 'યુગયાત્રા' (૧૯૮૪) તેમની જાણીતી લાંબી વિજ્ઞાન સાહસકથા છે. 'શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક' (૨૦૦૬) 'બાલસાહિત્ય પુરસ્કાર', 'રાષ્ટ્રિય સાહિત્ય અકાદમી' (૨૦૧૦) દ્વારા તેઓ સન્માનિત થયેલા છે.