વ્રજલાલ હિરજી જોશી અંજારની કર્મભૂમિ પર પૂર્ણા નર્સિંગ હોમમાં લિથ્રોટીપ્સીના ટેકનિશિયન તરીકે પોતાની ફરજ બજાવે છે. તેમની રહસ્યકથાની ખાસિયત એ હોય છે કે દુશ્મન દેશોના કાવતરાઓ નાકામિયાબ બનાવવાના મિશન પર આધારિત હોય છે. ‘પ્રેમનું અગનફૂલ’, ‘મિશન કંદહાર’, ‘જંગલનું કાલચક્ર’, ‘ખોફનાક ગેઇમ’, ‘જીવનની દોડ’, ‘અતીતના પડછાયા’, ‘મોતનો સામાન’, ‘ધરતીનું ઋણ’, ‘બર્ફિલું મોત’, ‘મમતાના આંસુ' આ મિશન આધારીત રહસ્યકથા વાચક વર્ગમાં ખૂબ જ સફળ રહી છે. વ્રજલાલ જોષીને પ્રવાસનો સારો શોખ હોવાથી તેમનો નિચોડ તેમની કલમમાં આવે છે.