અમેરિકામાં જન્મેલી વિપાસાને જન્મથી જ સેરિબ્રલ પાલ્સીને કારણે હલનચલન અને બોલવામાં શરીરનો પડકાર ઝીલવામાં આવ્યો. પેરિસની 'આંફા મલાદ', મુંબઈની 'ચિલ્ડ્રન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ' અને સ્પાસ્ટિક સોસાયટી ઑફ ઈન્ડિયા'માં વિવિધ થેરપી અને અભ્યાસ. 1994 માં મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજથી ફિલોસોફી સાથે સ્નાતક. 1997 માં વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં એમ. એ. 'કન્સેપ્ટ ઑફ સેલ્ફ' વિષય પર પીએચડી. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સન્માનિત.