Vinayak Raval
3 Books / Date of Birth:- 13-04-1948
વિનાયક રાવલનો જન્મ ઉત્તર ગુજરાતનાં ઊંઝા ગામે થયો હતો. તેઓ શિક્ષક તરીકે કાર્યરત હતા, ત્યારબાદ ગુજરાતીના અધ્યાપક બન્યા. તેઓ ગુજરાતી અધ્યાપક સંઘના મંત્રી તરીકે 8 વર્ષ કાર્યરત રહ્યા અને તેંનું મુખપત્ર 'અધીત'નું સંપાદન પણ કર્યું. ગુજરાતી સાહિત્ય અકાદમીનાં સભ્ય તરીકે લોકસાહિત્યની કમિટીમાં તેઓ સક્રિય છે. ગુજરાતી સાહિત્ય પરિષદના 7 વર્ષ સુધી મંત્રી રહ્યા છે. તેમણે ઊંઝામાં 'અસાઈત સાહિત્ય સભા' સ્થાપી. તેમણે 3 કાવ્યસંગ્રહો, પાંચ વિવેચન ગ્રંથ, એક નવલકથા, એક નાટ્યસંગ્રહ, અને બાવીસ સંપાદનો કરેલ છે.