ત્ર્યંબક પંડ્યાનું વતન ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકાનું ગામ (બાલાહનુમાનના તીર્થથી પ્રખ્યાત) લોદરા, જ્યાં કિશોરાવસ્થા પસાર થઈછે. તેઓએ સુરતમાં આટ્સ-કોમર્સ કૉલેજમાં ૩૧ વર્ષ અધ્યાપનનું કામ કર્યું. ૧૯૯૪થી કર્મભૂમિ બની U.S.A. સાહસિક જીવ હોવાથી ને, ત્રણ કુટુંબની જવાબદારી હોવાથી આર્થિક પ્રશ્ન હલ કરવા સુરતમાં પત્નીને નામે સ્વાતિ પ્રિન્ટર્સ પ્રેસ શરૂ કર્યું. ૧૯૭૫ માં ઇન્દિરા ગાંધીએ કટોકટી ભારતમાં લાદી દીધી પોતે જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ કાન્તિનું કામ કરતા હોવાથી કટોકટી વિરૂદ્ધ સાહિત્ય પ્રેસમાં છાપીને વહેંચતા પકડાઈને સાત મહિના સાબરમતિમાં જેલવાસ ભોગવેલો.