Swami Ramdev
1 Book / Date of Birth:-
25-12-1965
સ્વામી રામદેવ તરીકે પ્રખ્યાત રામકિશન યાદવ એ ભારતીય હિંદુ સ્વામી છે. યોગાસનો, રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય વિરોધ માટે તેઓ વિશેષ કરીને જાણીતા છે. તેઓ દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટના સ્થાપકોમાંથી એક છે, જેનું મુખ્ય કાર્યાલય હરિદ્વારમાં આવેલું છે. ન્યૂયોર્ક ટાઇમ્સે તેમને "ભારતીય-જેણે રચ્યું યોગ સામ્રાજ્ય" કહી નવાજ્યાં છે. તેમની યોગ શિબિરોમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હોય છે. સાડા આઠ કરોડથી વધુ લોકો ટીવી અને વિડિયો દ્વારા તેમનાં યોગ કાર્યક્રમોમાં હાજરી આપે છે. તેમની યોગ શિબિરો મોટા જનસમુહ માટે મફત હોતી નથી, બાબા રામદેવ અજબોની સંપત્તિના માલિક હોવાનું કહેવાય છે.