સુરેખાબહેન અમૃતભાઈ ચૌધરી ‘શ્રીમતી માણેકબા સ્ત્રી અધ્યાપન મંદિર’ અડાલજ ખાતે આચાર્યા તરીકે ફરજ બજાવી રહ્યાં છે. BSc. (મેથ્સ) BSc. (ફિઝિક્સ), M.A.(ગુજરાતી), B.Ed(ગોલ્ડ મૅડલ) તથા M.Ed સાથે ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે. 1992માં પીટીસી કૉલેજમાં અધ્યાપિકા તરીકે જોડાયા અને 1998થી આચાર્યા તરીકે સેવાઓ આપે છે. અધ્યયન-અધ્યાપનની સાથે સાથે એક કુશળ આચાર્યા તરીકે તેઓ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવીને સમાજ તથા શિક્ષણક્ષેત્રે વિશેષ અર્પણ કરી રહ્યાં છે.