Sunil Gangopadhyay
1 Book / Date of Birth:-
07-09-1934 / Date of Death:-
23-10-2012
શ્રીયુત સુનીલ ગંગોપાધ્યાય પશ્ચિમ બંગાળમાં જ નહીં, પરંતુ બાંગલાદેશમાં પણ અતિવિખ્યાત થયેલા સાહિત્યકાર છે. ઉપરાંત, આ બંને પ્રદેશોમાં એ અત્યંત લોકપ્રિય એવા સર્જક છે. લખવાની શરૂઆત થયેલી કાવ્ય-રચનાઓથી, અને અત્યાર સુધીમાં એમણે નવલકથા, વાર્તા, બાળ-સાહિત્ય, લલિત નિબંધ, વિવેચન, નાટક, સંપાદન, તેમ જ પ્રવાસ-લેખન જેવા પ્રકારોમાં પણ પ્રચુર કામ કર્યું છે. એમનાં પુસ્તકોની સંખ્યા બસો જેટલી થયેલી ગણાય છે. સત્યજીત રાય, ગૌતમ ઘોષ, રિતુપર્ણો જેવા વિખ્યાત દિગ્દર્શકોએ એમની અનેક વાર્તાઓ અને નવલકથાઓ પરથી સફળ બંગાળી ફિલ્મો બનાવી છે. આનંદ પુરસ્કાર, બંકિમ પુરસ્કાર, સાહિત્ય અકાદમી પારિતોષિકો, તથા સરસ્વતી સન્માન એમને પ્રાપ્ત થયેલાં છે. છેલ્લાં ચાર વર્ષથી સુનીલ ગંગોપાધ્યાય દિલ્હીમાંની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખપદે રહ્યા હતા.સુનીલ ગંગોપાધ્યાય ગુજરાતમાં પણ જાણીતા છે. એમનાં ઘણાં કાવ્યો, વાર્તાઓ તથા નવલકથાઓના અનુવાદ ગુજરાતી ભાષામાં થઈ ચૂક્યા છે. 2008માં પ્રકાશિત થયેલી (2012માં પુનઃમુદ્રણ) પ્રસ્તુત લઘુનવલનું એમણે આપેલું શીર્ષક છે ‘દુઈ નારી, હાતે તૉરૉબારી’. ગુજરાતીમાં એને ‘બે નાર, હાથમાં તલવાર’ જેવું કરવું પડે. 2012માં એના પરથી બનેલી ફિલ્મનું ટાઈટલ ‘ઑપૉરાજિતા તુમિ’ છે.