સ્નેહલ નિમાવત આકાશવાણીમાં બ્રોડકાસ્ટ આસિસ્ટન્ટ તરીકે અને યુવાવાણીમાં પ્રોગ્રામ કોમ્પિયર તરીકે ફરજ બજાવે છે. જયહિંદ દૈનિકમાં સાહિત્ય સમિક્ષા કરતાં તેઓ નિયમિત કટાર લેખિકા છે. એમનાં અગાઉનાં પુસ્તક ‘મનઝરૂખો’ જેમાં એમણે ગઝલકારોને રજુ કર્યા છે અને નરગિસનાં જીવનચરિત્ર પર પુસ્તક લખેલ છે. સ્ટોરીમિરર દ્વારા એમની પ્રખ્યાત કોલમ ‘ઝાકળ તો ભીનાં ભીનાં’માં લખાયેલ વિવિધ કાવ્યો આસ્વાદ સંગ્રહ આવી રહ્યો છે.