5 Books / Date of Birth:-
16-11-1916 / Date of Death:-
04-07-1988
શિવકુમાર ગિરિજાશંકર જોશી નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક હતા. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. 1937માં ગુજરાત કૉલેજ, અમદાવાદમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. 1938-58 સુધી મુંબઈ-અમદાવાદમાં ભાગીદારીથી કાપડનો વ્યવસાય. 1958થી કલકત્તામાં કાપડનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. સાથોસાથ ત્યાંની સાહિત્યિક, સાંસ્કૃતિક, રંગમંચ સંબંધી પ્રવૃત્તિઓમાં સક્રિય. 1952માં કુમારચંદ્રક મળ્યો હતો. 1959માં નર્મદ સુવર્ણચંદ્રક અને 1970માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો.