સતીશ વ્યાસ નાટ્યકાર, વિવેચક અને કવિ છે. તેમનો જન્મ ધંધુકા તાલુકાના રોજકામાં થયો હતો. તેમનું વતન સુરત છે. 1965માં ગુજરાત યુનિવર્સિટીમાં બી.એ. 1967માં એમ.એ. 1981માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ‘આધુનિક કવિતાની ભાષા:પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ’ એ વિષય પર પીએચ.ડી. 1967થી કીકાણી કૉલેજ ધંધુકામાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના અધ્યાપક. સુમન શાહ સંપાદિત સાહિત્યસ્વરૂપ શ્રેણીનું પ્રથમ પુસ્તક ‘આત્મકથા’, શોધપ્રબંધ ‘આધુનિક એકાંકી’ એમના વિવેચનગ્રંથો છે. એમના વિવેચનમાં સ્વસ્થ અભ્યાસીની મુદ્રા છે. દિલ્હી સાહિત્ય અકાદમી ઍવોર્ડ 2021 માટે એમના બે નાટકો અંતિમ પાંચમા નૉમિનેટ થયા હતા.