5 Books / Date of Birth:-
15-11-1939 / Date of Death:-
10-08-1968
રાવજી છોટાલાલ પટેલ આધુનિક યુગના ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા. તેમનો જન્મ આણંદ જિલ્લાના ભાતપુર ગામમાં થયો હતો. તેમનું કુટુંબ ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામનું વતની હતું. તેમનો એક માત્ર કાવ્યસંગ્રહ અંગત (૧૯૭૧)માં તેમનાં મૃત્યુ પછી પ્રકાશિત થયો હતો.પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં લીધા બાદ તેમણે અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. કર્યું અને નાણાંકીય મુશ્કેલીઓને કારણે આર્ટસ કૉલેજમાં માત્ર બે વર્ષ સુધીનો અભ્યાસ કરી શક્યા. તેમણે અમદાવાદની કાપડ મિલમાં, ગૂજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં, કુમારના કાર્યાલયમાં એમ વિવિધ સ્થળે નોકરી કરી. તેઓ થોડો સમય સંદેશ અને ગુજરાત સમાચાર સાથે સંલગ્ન રહ્યા હતા. થોડો સમય અમરગઢ અને આણંદમાં રહ્યા બાદ તેઓ માત્ર ૨૯ વર્ષની વયે ક્ષય રોગથી અમદાવાદમાં અવસાન પામ્યા.એમના મરણોત્તર કાવ્યસંગ્રહ ‘અંગત’ (૧૯૭૦)માં ‘આભાસી મૃત્યુનું ગીત’, ‘સ્વ. હુંશીલાલની યાદમાં’, ‘સંબંધ’ જેવી કેટલીક યશસ્વી રચનાઓનો સમાવેશ છે.તેમને ૧૯૬૬-૬૭ના વર્ષ માટે ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક એનાયત થયું હતું. ગુજરાતી ચલચિત્ર કાશીનો દીકરોમાં તેમના ગીત મારી આંખે કંકુના સુરજ આથમ્યાનો સમાવેશ થયો છે, જે ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્ન સમાન છે