R.M.Lala
1 Book / Date of Birth:-
22-08-1928 / Date of Death:-
19-10-2012
1948માં 19 વર્ષની ઉંમરે રુસી એમ. લાલાએ પત્રકારત્વથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. 1959માં તેઓ લંડનના પહેલા ઇન્ડિયન બુક પબ્લિશિંગ હાઉસના મૅનેજર બન્યા હતા અને 1964માં તેઓએ રાજમોહન ગાંધીની સાથે મળીને ‘હિંમત’ અઠવાડિકની સ્થાપના કરી હતી જેનું તેઓએ દસ વર્ષો સુધી સંપાદન કર્યું હતું. તેઓનું પ્રથમ પુસ્તક `સંપત્તિનું સર્જન' 1981માં બહાર પડ્યું હતું જેને વિવેચકો અને વાચકો તરફથી ખૂબ સારો આવકાર પ્રાપ્ત થયો હતો. આ પછી તેઓના બીજાં પુસ્તકો આવ્યાં જેમાં `બીયોન્ડ ધ લાસ્ટ બ્લ્યૂ માઉન્ટન : અ લાઈફ ઑફ જે. આર. ડી. તાતા' (1992), `સેલિબ્રેશન ઑફ ધ સૅલ્સ : લેટર્સ ફ્રોમ અ કૅન્સર સરવાઇવર' (1999) અને `અ ટચ ઑફ ગ્રેટનેસ : એન્કાઉન્ટર્સ વિથ ધ એમિનન્ટ' (2001)નો સમાવેશ થાય છે. આર. એમ. લાલાનાં પુસ્તકોનો બીજી ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે જેમાં જૅપનીઝ ભાષાનો પણ સમાવેશ થાય છે. તેઓએ 18 વર્ષો સુધી તાતાના મુખ્ય ટ્રસ્ટ `સર દોરાબજી તાતા ટ્રસ્ટ'માં ડિરેક્ટરપદ શોભાવ્યું હતું. `સેન્ટર ફૉર એડવાન્સમેન્ટ ઑફ ફિલનથ્રોપી'ના તેઓ સહ-સ્થાપક છે અને સને 1993થી તેનું ચૅરમૅનપદ નિભાવી રહ્યા છે.