
R. K. Narayan
2 Books / Date of Birth:-
10-10-1906 / Date of Death:-
13-05-2001
આર. કે. નારાયણ ભારતીય લેખક છે. તેઓ આરંભકાળના અંગ્રેજીભાષી ભારતીય સાહિત્યની ત્રણ અગ્રણી પ્રતિભાઓમાંના એક છે, અન્ય બે લેખકો છે, મુલ્કરાજ આનંદ અને રાજા રાવ. વિશ્વ સમક્ષ અંગ્રેજીમાં ભારતીય સાહિત્ય રજૂ કરવાનું શ્રેય તેઓને આપવામાં આવે છે, અને ભારતના અંગ્રેજી ભાષાના મહાનતમ નવલકથાકારોમાંના એક તરીકે તેમની ગણના થાય છે.
પોતાના માર્ગદર્શક અને મિત્ર, ગ્રેહામ ગ્રીનની મદદથી તેમણે સૌ પ્રથમ સાહિત્યવિશ્વમાં પ્રવેશ કર્યો હતો, તેમણે તેમના પહેલા ચાર પુસ્તકો માટે પ્રકાશક મેળવી આપવામાં તેઓ નિમિત્તરૂપ રહ્યા હતા, આ ચાર પુસ્તકોમાં ‘સ્વામી ઍન્ડ ફ્રેન્ડ્સ’ની અર્ધ-આત્મકથનાત્મકત્રયી, ‘ધ બૅચલર ઑફ આર્ટ્સ’ અને ‘ધ ઇંગ્લિશ ટીચર’ સમાવિષ્ટ હતાં. તેમના લખાણોમાં, 1951ના સૌથી મૌલિક લખાણોમાંના એક તરીકે જેનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે ‘ધ ફાયનાન્શલ એક્સપર્ટ’, અને સાહિત્ય અકાદમી ઍવૉર્ડ વિજેતા ‘ધ ગાઈડ’નો સમાવેશ થાય છે, ‘ધ ગાઈડ’નું થોડા ફેરફારો સાથે હિન્દી અને અંગ્રેજી ભાષાની ફિલ્મમાં અને બ્રોડવે નાટકમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું.
તેમની મોટા ભાગની વાર્તાઓની પૃષ્ઠભૂમિમાં માલગુડી નામનો કાલ્પનિક કસબો છે, જેનું આલેખન તેમણે સૌથી પહેલાં ‘સ્વામી ઍન્ડ ફ્રેન્ડ્સ’માં કર્યું હતું.
લેખક તરીકેની પોતાની સાઠ વર્ષની કારકિર્દીમાં તેમને અનેક પુરસ્કારો અને સન્માન મળ્યાં છે. આમાં ‘રૉયલ સોસાયટી ઑફ લિટરેચર’ તરફથી ‘એસી(AC) બેન્સન પદક’ અને ભારતનું દ્વિતીય-ઉચ્ચતમ નાગરિક સન્માન ‘પદ્મવિભૂષણ’ સામેલ છે. ભારતીય સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભાના સદસ્ય તરીકે પણ તેમની નિયુક્તિ કરવામાં આવી હતી.