Piyush Thakkar
1 Book / Date of Birth:- 13-Dec-1979
(જન્મ : મિયાં-માતર, તા. આમોદ, જિ. ભરૂચ, ગુજરાત) કવિ, ચિત્રકાર અને કલાઆસ્વાદક ગુજરાતી સાહિત્યનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં કાવ્યો પ્રકાશિત અને પ્રતિનિધિ કવિતાસંચયોમાં સંકલિત, તેમજ ભારતની અન્ય ભાષાઓમાં કાવ્યોના અનુવાદ પ્રકાશિત. દેશના વિવિધ ભાષા પ્રદેશોમાં કાવ્યપાઠ માટે આમંત્રિત. સાહિત્ય અકાદેમી દ્વારા નવોદય શ્રેણી અંતર્ગત ‘લખું છું…’ (કાવ્યસંગ્રહ, 2015) તથા હિન્દી ભાષાના અગ્રણી કવિ અરુણ કમલના સાહિત્ય અકાદેમી પુરસ્કૃત કાવ્યસંગ્રહનો ગુજરાતી અનુવાદ ‘નવા ઇલાકામાં’ (2024)નું પ્રકાશન. ફેકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સ, મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ચિત્રકલાનો અભ્યાસ (1999–2005). 2011માં ‘એકાલાપ’ નામે પ્રથમ એકલ ચિત્રપ્રદર્શન તેમજ એકાધિક સમૂહ કલાપ્રદર્શનોમાં સહભાગિતા. ‘પરબ’, ‘તથાપિ’, ‘સમીપે’ અને ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’માં કલા આસ્વાદલેખન. થોડાક સમય માટે ગુજરાતી પાક્ષિક ‘ફીલિંગ્સ’માં ‘આર્ટ-વ્યૂ’ સ્તંભલેખન. મહત્ત્વનાં ગુજરાતી પુસ્તકો અને સામયિકોનું સુરુચિપૂર્ણ મુદ્રણસંયોજન. બીજલ પ્રકાશન દ્વારા સાહિત્ય અને કલાના મૂલ્યવાન ગ્રંથોનું સુઘડ પ્રકાશન. ચિત્રકલા માટે કનોરીયા ફેલોશિપ, કલાલેખન માટે રઝા ફેલોશિપ અને કાવ્યસંગ્રહ માટે શ્રી તખ્તસિંહ પરમાર પારિતોષિક. સુરત, પાટણ, વલ્લભવિદ્યાનગર અને વડોદરામાં કલા–અધ્યાપન. હાલ માતૃસંસ્થા ફેકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સ, વડોદરાના પેઇન્ટિંગ વિભાગમાં અધ્યાપક. વડોદરામાં નિવાસ.

Showing the single result