નૂતન પંડિતે સમાજશાસ્ત્ર વિષયમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલું છે ત્યાર બાદ તેમણે પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું. જુદા જુદા મૅગેઝિનમાં પત્રકાર તરીકે કામ કર્યું. જ્યારે શ્વાસોશ્વાસના અભ્યાસથી તેમની બાળજન્મની પ્રક્રિયા સહેલાઈથી પૂર્ણ થઈ ત્યારે તેઓ તેમાં વિશ્વાસ મૂકતા થયા. તેમણે 1978માં કુદરતી બાળજન્મના વર્ગો લેવાનું શરૂ કર્યું. તેમણે રાષ્ટ્રીય બાળજન્મ ટ્રસ્ટની મુલાકાત લીધી અને તેમના વર્ગો અને વર્કશૉપમાં હાજરી આપી. તેઓએ ફ્રાન્સ, પીથીવર્સમાં આવેલા ડૉ. મીચેલ ઓડેન્ટના યુનિટની પણ મુલાકાત લીધી. જે બાળજન્મ માટેની વિવિધ બિનપરંપરાગત પદ્ધતિઓ માટે જાણીતું છે. પંડિતે વિવિધ નર્સિંગ હોમમાં અને ગંગારામ હૉસ્પિટલ, નવી દિલ્હીમાં વર્ગો લીધા. તેણી હવે આ પ્રકારના વર્ગો નવી દિલ્હીમાં લે છે.