Nitin Parekh
3 Books
1961માં જામનગરમાં જન્મેલા શ્રી નીતિનભાઈનું ધોરણ-3 સુધીનું શિક્ષણ જામનગરમાં થયેલ. ત્યારબાદ ધોરણ-4થી શરૂ કરીને પછીનો બધો અભ્યાસ અમદાવાદ ખાતે કરેલ છે. શરૂઆતમાં ભણવામાં સામાન્ય વિદ્યાર્થી રહેલાં નીતિનભાઈએ ધોરણ-12થી સારી પ્રગતિ કરીને બોર્ડ અને અન્ય શૈક્ષણિક પરીક્ષાઓમાં રેન્ક મેળવેલ છે. CA, CFA અને IIM, અમદાવાદ ખાતેથી MBAની ઉચ્ચ ડિગ્રી ધરાવતા નીતિનભાઈ વાર્ષિક રૂપિયા 15,000 કરોડનું વેચાણ ધરાવતી જાણીતી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડમાં ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરના ઉચ્ચ પદ પર કાર્ય કરી રહ્યા છે. શ્રી નીતિનભાઈએ અનેક ગોલ્ડમેડ્લ્સ, સર્ટીફિકેટ્સ અને ઍવૉર્ડ્સ મેળવેલ છે. તેમને છેલ્લાં 10 વર્ષમાં મેળવેલ 20 જેટલા ઍવૉર્ડ્સમાં દેશના સર્વશ્રેષ્ઠ CFOનો ઍવૉર્ડ પણ સામેલ છે. સાહિત્ય, કલા, સંગીત, હાસ્ય તેમના શોખના વિષયો રહેલા છે. તેમના પરિવારમાં તેમની પત્ની રૂપા, દીકરી ડૉક્ટર નિયતિ, જમાઈ ડૉક્ટર પૂજનભાઈ હરીશભાઈ પરીખ, દોહિત્રી મિસરી, દોહિત્ર અયાન, દીકરો વૈભવ અને તેની ફિયાન્સી ઋજુતા સંજયભાઈ શાહનો સમાવેશ થાય છે.

Showing all 3 results

  • Ajwalani Kshan

    300.00

    કવિ નીતિનભાઈ સંવેદનસભર અને પ્રસન્ન વ્યક્તિ છે. એક મોટી ગ્લોબલ કંપનીના ફાઇનાન્સ હેડ તરીકેની જવાબદારીના ભારણ વચ્ચે, વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે, કવિતાને પોતાની અભિવ્યક્તિનું વાહન બનાવવા જેટલી મોકળાશ શોધી શકેલા કવિને અભિનંદન આપીએ. આ સંગ્રહના પાને પાને વિચારોની તાજગી અને અંતરમનની નિર્મળતા છલકાય છે. એમની કવિતાઓ વેદનાની આછી લકીર સાથે સંવેદનાની... read more

    By Nitin Parekh
    Category: Poetry
  • Dwar Bhitarna Khol

    200.00

    “...આનંદની વાત છે કે વ્યાવસાયિક વ્યસ્તતાની વચ્ચે કવિની યાત્રા ભીતર અને બહાર સમાંતરે ચાલે છે. અને બહુ સરસ શેરરૂપે કવિની બારીક સમજ પ્રગટે છે. એકઠું જે કર્યું તે અંધારું, વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે. મને સૌથી વધુ ગમેલો આ શેર છે. આ ભાવના એમનાં અન્ય કાવ્યોમાં પણ ઠેર ઠેર પ્રકાશ... read more

    Category: New Arrivals
    Category: Poetry
  • Guftagoo-E-Gazal

    250.00

    મૂળ વાત તો કવિને અજવાળા સુધી જવું છે. પેલો મંત્ર જે પરમ તેજની વાત કરે છે, तमसो मा ज्योतिर्गमय એનું કવિને સતત ભાન છે. એટલે જુઓ જે અજવાળાની ક્ષણની વાત કરે છે, એ દીવાના પ્રતીકને અહીં કેવી રીતે પ્રયોજે છે… હશે અંતિમ સમય હું તોય ફેલાવીશ અજવાળું, 
દીવો એવો નથી કે... read more

    By Nitin Parekh
    Category: Ghazal
    Category: Poetry