Nitin Parekh
1 Book
1961માં જામનગરમાં જન્મેલા શ્રી નીતિનભાઈનું ધોરણ-3 સુધીનું શિક્ષણ જામનગરમાં થયેલ. ત્યારબાદ ધોરણ-4થી શરૂ કરીને પછીનો બધો અભ્યાસ અમદાવાદ ખાતે કરેલ છે. શરૂઆતમાં ભણવામાં સામાન્ય વિદ્યાર્થી રહેલાં નીતિનભાઈએ ધોરણ-12થી સારી પ્રગતિ કરીને બોર્ડ અને અન્ય શૈક્ષણિક પરીક્ષાઓમાં રેન્ક મેળવેલ છે. CA, CFA અને IIM, અમદાવાદ ખાતેથી MBAની ઉચ્ચ ડિગ્રી ધરાવતા નીતિનભાઈ વાર્ષિક રૂપિયા 15,000 કરોડનું વેચાણ ધરાવતી જાણીતી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડમાં ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરના ઉચ્ચ પદ પર કાર્ય કરી રહ્યા છે.
શ્રી નીતિનભાઈએ અનેક ગોલ્ડમેડ્લ્સ, સર્ટીફિકેટ્સ અને ઍવૉર્ડ્સ મેળવેલ છે. તેમને છેલ્લાં 10 વર્ષમાં મેળવેલ 20 જેટલા ઍવૉર્ડ્સમાં દેશના સર્વશ્રેષ્ઠ CFOનો ઍવૉર્ડ પણ સામેલ છે.
સાહિત્ય, કલા, સંગીત, હાસ્ય તેમના શોખના વિષયો રહેલા છે. તેમના પરિવારમાં તેમની પત્ની રૂપા, દીકરી ડૉક્ટર નિયતિ, જમાઈ ડૉક્ટર પૂજનભાઈ હરીશભાઈ પરીખ, દોહિત્રી મિસરી, દોહિત્ર અયાન, દીકરો વૈભવ અને તેની ફિયાન્સી ઋજુતા સંજયભાઈ શાહનો સમાવેશ થાય છે.