ડો. નિરંજન રાજ્યગુરુ (૨૪ ડિસેમ્બર ૧૯૫૪) ગુજરાતી લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોધક, લેખક અને પારંપરીક કળાઓના વિદ્વાન છે. એ સ્થાનિક રેડીઓ અને ટેલિવિઝન પર આ વિષયોને લગતા કાર્યક્રમ પણ આપે છે. એમણે ઇ.સ. ૧૯૯૧માં ઘોઘાવદર ગામમાં સત નિર્વાણ ફાઉન્ડેશનના નેજા તળે આનંદ આશ્રમ નામની સંસ્થા સ્થાપી છે.
તેમણે દાસી જીવણના ભજનો પર પીએચ.ડી. કર્યું છે.પુસ્તકો:ભજન મીમાંસા
રંગ શરદની રાતડી
સંતવાણીનું સત્વ અને સૌંદર્ય
બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના
મૂળદાસજીનાં કાવ્યો
પ્રેમસખી પ્રેમાનંદનાં શ્રેષ્ઠ પદો
સંધ્યા સુમિરન
આનંદનું ઝરણું
સંતની સરવાણી
સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય