Nimrat Singh
1 Book
ડૉ. નિમ્રત સિંગ (Ph.D. Psychology) જેઓ વિવિધ ઇન્સ્ટિટ્યૂટ્સ સાથે કાઉન્સેલિંગ, ટ્રેનિંગ અને કન્સલ્ટિંગ તરીકેનો 25 વર્ષનો અનુભવ ધરાવે છે. લોકોને પોતાની મેક્સિમમ શક્તિઓ ફીલ કરાવવાના તેમના કમિટમેન્ટે તેમને કશુંક નવું શીખવાની ઍક્સપર્ટનેસ, કન્સેપ્ચ્યુલાઇઝિંગ ડિઝાઇનિંગ, ક્રિએટિવ અને યુનિક એવા લર્નિંગ ઍક્સપિરિયન્સ તરફ ખેંચી જવાનું કામ કર્યું. તેમણે આ રીસર્ચ ફિલ્ડમાં સ્ટુડન્ટ્સ, ટીચર્સ, પૅરન્ટ્સ અને મૅનેજર્સ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કરિયર માટેનું ગાઇડન્સ, ઍજ્યુકેશન અને ટ્રેઇનિંગની સર્વિસ ત્રણ લાખ પરિવારો સુધી વિસ્તારી છે.
તેઓનું ફિલ્ડવર્ક મુખ્યત્વે ગુજરાતમાં કરિયર ગાઇડન્સ આપવાનું રહ્યું છે. તેઓ 1996માં અમદાવાદમાં સૌ પ્રથમ કાઉન્સેલિંગ સેન્ટરના કો-ફાઉન્ડર બન્યા છે. સને 2003થી તેઓ પોતાની આગવી સંસ્થા “ટેનગ્રામ” સ્થાપીને Human Mind (www.tangram.com)ની એક નવી જ શરૂઆત કરી છે.
ડૉ. નિમ્રત સિંગ RCI અને IACP દ્વારા સર્ટિફાઇડ થયેલા સાઇકોલોજીસ્ટ છે. તેઓ ISTDP થેરાપિસ્ટ, સોફ્ટ સ્કિલ ટ્રેઇનર, ઑથર અને `હીલ યૉર લાઇફ ટીચર' તરીકે સેવાઓ બજાવી રહ્યાં છે, અનેક વિદ્યાર્થીઓની સફળ કરિયર ઘડવામાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.