3 Books / Date of Birth:-
26-10-1883 / Date of Death:-
08-11-1970
નેપોલિયન હિલ ન્યૂ થોટ (નવવિચાર) ક્ષેત્રનાં પ્રતિષ્ઠિત અમેરિકન લેખક અને સફળતાને લગતા સાહિત્યનાં પ્રણેતા લેખકોમાંના એક હતા. તેમની ગણના સફળતા અંગેના સાહિત્યના મહાન લેખકોમાં કરવામાં આવે છે. તેમનું સૌથી નોંધપાત્ર પુસ્તક ‘થિંક ઍન્ડ ગ્રો રિચ' (વિચારો અને ધનવાન બનો) સૌથી વધુ વેચાયેલા પુસ્તકોમાં સ્થાન ધરાવે છે, જેની 1970માં હિલના અવસાન પહેલાં જ ૨ કરોડ નકલો વેચાઈ ગઈ હતી અને આજે પણ વિવિધ ભારતીય અને વૈશ્વિક ભાષાઓમાં વેચાય છે. નેપોલિયન હિલ 1883માં પાઉન્ડ, વર્જિનિયાનાં ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા.