7 Books / Date of Birth:-
15-10-1914 / Date of Death:-
29-08-2001
મનુભાઈ પંચોળી (દર્શક) ગુજરાતના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ મોરબી જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો.
તેમણે નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે ઈ.સ. 1930ના મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઈને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસ ત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો. 1933માં ભાવનગરની શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. 1938થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ 1953થી સણોસરમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક. નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી. 1948માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. 1967 થી 1971 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને એ દરમિયાન 1970માં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી. 1980 સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય.1964માં રણજિતરામ સુવર્ણચંદ્રક. 1975માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. 1987માં 'ઝેર તો પીધાં'ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર. 1982માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.