Makrand Waingankar
1 Book
મકરંદ વૈન્ગકર ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર અને ક્રિકેટ કોલમિસ્ટ છે. તેઓ બરોડા ક્રિકેટ એસોશિયેશનના CEO હતા અને BCCI સાથે વિવિધ હોદ્દા પર સેવા આપી હતી. 2001માં કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોશિયેશનના સલાહકાર તરીકે, તેમણે કર્ણાટકના ગ્રામીણ જિલ્લાઓમાં પ્રતિભા શોધ માટે ટેલેન્ટ રિસોર્સ ડેવલપમેન્ટ વિંગની સ્થાપના કરી. આ પહેલ સફળ રહી હતી, અને BCCI દ્વારા 2002માં જગમોહન દાલમિયાનાં પ્રમુખપદે દેશભરમાં તેની નકલ કરવામાં આવી હતી. આ સંસ્થાએ મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના, ઇરફાન પઠાણ, આરપી સિંઘ અને અન્ય ઘણાં સફળ ખેલાડીઓ શોધવામાં મદદ કરી. વૈન્ગકરે દિલીપ વેંગસરકર સાથે મળીને કામ કર્યું હતું અને મુંબઈમાં એલ્ફ-વેંગસરકર ક્રિકેટ એકેડેમીની સ્થાપનામાં મદદ કરી હતી.