11 Books / Date of Birth:-
28-07-1905 / Date of Death:-
09-09-2006
કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી) બહુશ્રુત વિદ્વાન હતા.કેશવરામ કાશીરામ શાસ્ત્રીનો જન્મ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામે થયેલો. તેમનું મુળવતન પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનું પસવારી ગામ હતું.તેઓ વ્યાકરણના પ્રખર જ્ઞાતા હતા. મહામાહિમોપાધ્યાય, બ્રહ્મર્ષિ અને વિદ્યાવાચસ્પતિ જેવા ઉપનામથી ઓળખાતા તેઓ પાંડિત્યની પરાકાષ્ટાએ પહોચેલા. તેઓએ મેટ્રિક સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત અને ‘ડોક્ટરેટ’ (Ph.d) માટેના માન્ય ગાઈડ પણ હતા. તેઓ મહામાહિમોપાધ્યાય અને શુદ્ધાદ્વૈતાલંકારની પદવીથી સન્માનિત થયેલા. તેમણે ૨૪૦ જેટલાં પુસ્તકો, ૧૫૦૦ લેખ લખ્યા છે અને સાથો-સાથ ૧૯ વિદ્યાર્થીઓ ને પીએચ.ડી. માટે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત રિસર્ચ સોસાયટી, અમદાવાદના નિયામક હોવાની સાથે તેઓ વિશ્વ હિન્દુ પરિષદના એક સ્થાપક સભ્ય પણ હતા. ૧૯૮૫માં તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નિમવામાં આવ્યા. આ ઉપરાંત પુરાતત્વવિદ પણ હતા. કચ્છમાં લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આવેલી ખાપરા કોડિયાની બે ગુફાની શોધ ઈ.સ.૧૯૬૭ માં કરેલી છે.તેઓ ૯ સપ્ટેમ્બર ૨૦૦૬ ના રોજ ૧૦૧ વર્ષની ઉંમરે અવસાન પામ્યા