17 Books / Date of Birth:-
15-07-1931 / Date of Death:-
04-08-2019
કાંતિ ભટ્ટ જાણીતા ગુજરાતી લેખક, પત્રકાર અને કટારલેખક હતા. તેઓ મોટાભાગે સમાચાર પત્રોમાં કટાર લેખન માટે જાણીતા હતા. તેઓએ અભિયાન સામાયિકની શરૂઆત કરેલી.કાંતિ ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના સાંચરા ગામમાં થયો હતો. તેમનાં પિતાનું નામ હરગોવિંદભાઇ અને માતાનું નામ પ્રેમકુંવર છે. તેમના કુટુંબનું મૂળ ગામ ઝાંઝમેર હતું. તેમને ચાર ભાઇઓ અને ત્રણ બહેનો હતા. મહુવામાં શાળાજીવન દરમિયાન તેઓ ઝાંઝર સામયિકના સંપાદક હતા. ૧૯૫૨માં તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યના સ્નાતકની પદવી મેળવી. તેમણે ભાવનગર નગરપાલિકામાં થોડો સમય કામ કર્યું. બિમારીને કારણે તેઓ યુરુલી કંચનના નિસોર્પચાર આશ્રમમાં દાખલ થયા. તેમણે ૯ વર્ષ પેનાંગ, મલેશિયામાં તેમના કાકા જોડે કામ કર્યું.૧૯૬૬માં મુંબઈમાં તેમણે પત્રકાર તરીકે કાર્ય શરૂ કર્યું. ૧૯૬૭માં તેઓ વ્યાપારના સહ-સંપાદક તરીકે હતા. ત્યારબાદ તેમણે વિવિધ ગુજરાતી સામયિકો જેવાં કે ચિત્રલેખા, મુંબઇ સમાચાર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા જોડે કામ કર્યું. ૧૯૭૭માં તેમણે કેન્યામાં થોડો સમય કામ કર્યું. તેઓ સંશોધક પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. દિવ્ય ભાસ્કરમાં તેઓ આસપાસ અને ચેતનાની ક્ષણે નામની કટારો લખતા હતા.તેમણે કેટલીક ટૂંકી વાર્તાઓ પણ લખી છે.૪ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું