Kajal Hemal Mehta
2 Books
કાજલ હેમલ મહેતા એક પ્રૅક્ટિસિંગ Image Consultant છે. 18 વર્ષની ઉંમરથી કારકિર્દીની શરૂઆત કર્યાં પછી એ કદી અટક્યાં નથી. એમને મળતા લોકોની પ્રતિભાને વધારે ચમકાવી શકવાની એમની આવડત અને ઇચ્છાના કારણે એમણે Image Consultant તરીકે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. Certified Image Consultant હોવાની સાથે એ ‘સર્ટિફાઇડ પર્સનલ શોપર' અને ‘સર્ટિફાઇડ કલર ઍનાલિસ્ટ' પણ છે. ખૂબ બધા પર્સનલ મેક ઓવર્સ, કૉર્પોરેટમાં ટ્રેઇનિંગ્સ અને જુદા જુદા વિષય પર વર્કશોપ્સ એમના વર્ક પૉર્ટફોલિયોનો ભાગ છે. પ્રૉફેશનલ લાઇફની વ્યસ્તતા અને સામાજિક જીવનના કમિટમૅન્ટ્સ એમની લાગણીઓની અભિવ્યક્તિ તરફના એમના પેશનની આડે કદી આવ્યા નથી.
પોતાની જાતને એ વાત્સલ્યભરી મા, પ્રેમાળ પત્ની, સમર્પિત અને ફરજ પરસ્ત પુત્રવધૂ, હક જતાવતી દીકરી અને બહેન, મિત્રોની મિત્ર અને પોતાની જાત સાથે ખૂબ નજીકથી જોડાઈ રહેનારી વ્યક્તિ સમજે છે.
પોતાના દિલમાં ભરાઈ રહેલી વાર્તાઓની દુનિયા સાથે જોડાઈ રહેવાની દિલની ખ્વાઈશ હતી. ગંભીરતાથી લખવાની શરૂઆત એમણે 2012માં કરી અને સમય જતા પોતાની કલ્પનાઓ એમની ટૂંકી વાર્તાઓ થકી લોકો સમક્ષ લઈ આવવાનો નિર્ણય એમને 2017માં લીધો. 2017માં અંગ્રેજીમાં આવેલા આ પુસ્તકને વર્ષ 2018માં ‘ગ્લોબલ રીડરશિપ ઍવૉર્ડ' મળી ચૂક્યો છે. `મારું મગજ મારા કામ માટે જો કામ કરે છે તો મારું મન માત્ર અને માત્ર મારા લેખન માટે. મારા કામના કારણે અલગ અલગ લોકો, જગ્યાઓ, પરિસ્થિતિઓને નજીકથી જોવાનો મોકો મળે છે મને એ જ રીતે મારું મન અને મારું મગજ જોડાયેલા છે.' પોતાની લેખક તરીકેની યાત્રા માટે એમનું કહેવું છે.
કાજલ હેમલ મહેતાનો સંપર્ક કરી શકશો
kajalslsh@gmail.com