‘અન્ન એવો ઓડકાર’ તમે જેવું ખાઓ છો, એવા જ તમે બનો છો એવું આ પુસ્તકનાં લેખિકા જેનીશ પણ દૃઢપણે માને છે. તમારી ખાવા-પીવાની આદત પરથી તમારું ચારિત્ર્ય માપી શકાય, એના ઉપરથી જીવનમાં ભોજનનું મહત્ત્વ કેવું અને કેટલું છે એ સમજી શકાશે.
જેનીશ ગોલ્ડ મેડાલિસ્ટ સિવિલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે અને સાથે તેમણે ગારમેન્ટ અને ફૅશન ડિઝાઇનિંગમાં ઍન્ટ્રપ્રિન્યોરશિપ પણ કરેલ છે અને તેમ છતાં ભોજન પ્રત્યેના તેમના પ્રેમને લીધે તેઓ રસોઈકળા તરફ વળ્યાં.તેઓ ગુજરાતી ચેનલ ETVના લોકપ્રિય રસોઈ શૉની સ્પર્ધા ‘રસોઈની મહારાણી-1’ના વિજેતા બન્યાં અને તેમને તરલા દલાલના હસ્તે સન્માનિત કરાયાં. ત્યારબાદ તેઓ ‘રસોઈ શૉ’માં કુકીંગ એકસ્પર્ટ તરીકે જોડાયાં. અત્યાર સુધીમાં તેમણે ઇન્ટરનેશનલ અને ભારતીય એવી અનેક વાનગીઓ દર્શકો અને ચાહકો સુધી પહોંચાડી છે, જેને ખૂબ લોકચાહના મળી છે.તેઓ રસોઈના વર્કશૉપ કરે છે જેનો અનેક દર્શકો અને ચાહકોએ લાભ લીધો છે. તેઓ એક્સક્લુઝિવ કેટરિંગ અને હોટલમાં કન્સલ્ટિંગ સર્વિસ પણ આપે છે. ભોજનને ખૂબ સુંદર રીતે અને કલાત્મકપણે પીરસવાની તેમની આગવી આવડતે તેમને જાણીતા ફૂડ સ્ટાઇલિસ્ટ બનાવ્યાં છે.આજના યુગમાં રસોઈ બનાવવા માટે કેટલીક વ્યક્તિઓને અણગમો હોય છે, ત્યારે તેવી સ્થિતિને સદંતર બદલીને, કૂકિંગને પોતાની ‘પૅશન’ બનાવી, આ લેખિકા તેને ‘ફૅશન’માં લાવવા માગે છે, માટે જ તેઓ કહે છેઃ ‘સ્વસ્થ ખાઓ, મસ્ત થાઓ અને ભોજનની સાથે પ્રેમથી જોડાઓ.’