હર્ષદ શાહ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કુલપતિ તરીકે ફરજ બજાવે છે. ગુજરાત રાજ્ય ગ્રંથાલય સમિતિ અંતર્ગત રાજા રામમોહનરાય લાઈબ્રેરી ફાઉન્ડેશનમાં પુસ્તક પસંદગી સમિતિના સદસ્ય. ‘કમિશનર ઑફ સ્કૂલ્સ' અંતર્ગત પુસ્તક પસંદગી સમિતિના સદસ્ય. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની શિક્ષણ સમિતિના સદસ્ય. જેવી અનેક સેવાઓમાં કાર્યરત. 2000 થી 2006 સુધી ‘વિદ્યા ભારતી, ગુજરાત પ્રદેશ’ના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. ગુજરાતના સુવર્ણજયંતી વર્ષ (2010-11)માં 'વાંચે ગુજરાત’ અભિયાનના રાજ્યના સહઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવી.