22 Books / Date of Birth:-
25-05-1928 / Date of Death:-
3-04-1998
હરકિસન લાલદાસ મહેતાગુજરાતી લેખક અને ચિત્રલેખા સાપ્તાહિકનાં સંપાદક હતા. તેમણે ઘણી નવલકથાઓ લખી છે.હરકિસન મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનામહુવા ગામમાં થયો હતો. તેમણે મહુવામાં એમ. એન. હાઇસ્કૂલ ખાતે પ્રાથમિક શિક્ષણ સંપન્ન કર્યું. ત્યારબાદ જૂન ૧૯૪૫માં તેઓ મુંબઈ આવ્યા અને અહીં તેઓએ ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો.તેઓ સોરાયસિસ નામના ચર્મરોગથી પીડાતા હતા. ૩ એપ્રિલ, ૧૯૯૮ના રોજ જૂહુ, મુંબઈ ખાતે હ્દયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.તેમણે ચિત્રલેખામાં ધારાવાહિક સ્વરૂપે નવલકથાઓ લખી હતી. તેમની નવલકથાઓમાં જગ્ગા ડાકુના વેરનાં વળામણાં, અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, ચંબલ તારો અંજાપો, માણસ નામે ગુનેગાર, સંસારી સાધુ, ભેદ-ભરમ, દેવ-દાનવ, અંત-આરંભ, પાપ-પશ્ચાતાપ, જોગ-સંજોગ, જડ-ચેતન,સંભવ-અસંભવ, તરસ્યો સંગમ, પ્રવાહ પલટાયો, મુક્તિ બંધન, શેષ-વિશેષ, વંશ-વારસ, ભાગ્ય સૌભાગ્ય, લય-પ્રલયનો સમાવેશ થાય છે. તેમણે વજુ કોટકની અધૂરી રહેલી નવલકથા ડોક્ટર રોશનલાલ પૂર્ણ કરી હતી.સ્વિડન સોનાનું પિંજર તેમની પ્રવાસકથા છે. તેમણે શરીરથી જોડાયેલા સિયામી જોડિયા નામનું પુસ્તક સિયામિઝ જોડિયા ભાઇઓના જીવન પરથી લખ્યું હતું.સૌરભ શાહે તેમના જીવન પર આધારિત પુસ્તક સર્જન-વિસર્જન નું સંપાદન કર્યું છે.