હરીશ મીનાશ્રુ (હરીશ કૃષ્ણારામ દવે) ગુજરાતી કવિ છે. તેમનો જન્મ આણંદમાં થયો હતો. તેમણે કારકીર્દિની શરૂઆત માર્ચ 1977માં બેંક ઑફ બરોડાથી કરી હતી. તેમણે બેંકની કેટલીક શાખાઓનું નેતૃત્વ કર્યું હતું અને માર્ચ 2001માં આણંદની અમૂલ ડેરી રોડ શાખાના વરિષ્ઠ મેનેજર તરીકે સ્વૈચ્છિક નિવૃત્ત થયા હતા. તેઓ આણંદના બાકરોલ ગામમાં રહે છે. આધુનિક ગુજરાતી સાહિત્યની શૈલીમાં કવિતાઓ લખતા આ કવિની રચનાઓ ગુજરાતી ઉપરાંત હિન્દી, મલયાલમ, મરાઠી, કન્નડ, અંગ્રેજી અને જર્મન ભાષાઓમાં પણ રૂપાંતરિત થઇ છે. તેમને ‘કલાપી ઍવોર્ડ’, ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ અને ‘નરસિંહ મહેતા એવોર્ડ’ મળી ચુક્યા છે.