1 Book / Date of Birth:-
07-05-1930 / Date of Death:-
05-04-1993
હરબન્સ ભલ્લાનો જન્મ સિયાલકોટ (પાકિસ્તાન) જિલ્લાના પસરૂર ગામે થયો હતો. એમની પ્રથમ નવલકથા ‘એક લહર દો પથ્થર’ 1965માં ગુજરાતી ભાષામાં પ્રગટ થઈ! એમનાં 3 પુસ્તકો ગુજરાતીમાં, 8 પુસ્તકો પંજાબીમાં અને 4 પુસ્તકો સિંધી ભાષામાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. હરબન્સ ભલ્લા પહેલા એવા લેખક છે, જે રહેતા ગુજરાતમાં, પણ જેમનું મોટાભાગનું સાહિત્ય પંજાબીમાં પ્રગટ થયું હોય! તેમની અજોડ અને અપૂર્વ કહી શકાય એવી વિશિષ્ટતા તો એ છે કે એમણે 1,40,000 પંક્તિઓનું ‘પીલે પત્તર’ નામે વિરાટ કાવ્યસર્જન પણ કર્યું છે!