8 Books / Date of Birth:-
09-09-1900 / Date of Death:-
25-11-1965
ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય જાણીતાં ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર હતા. તેમનો જન્મ જેતલસરમાં થયો હતો અને વતન જામનગર હતું. તેમણે શાળાનું શિક્ષણ માંડવી, કચ્છમાં પૂર્ણ કર્યું. બંદરની નજીક હોવાથી ખલાસીઓ પાસેથી સાગરસાહસની કથાઓના અને પિતા પોલિસ ખાતામાં હોવાથી મીર, વાઘેરો, બારોટોનાં ટેક, સ્વાર્પણ, જવાંમર્દીની કથાઓના સંસ્કાર પડયા. કૉલેજનું શિક્ષણ તેમણે એક સત્રથી આગળ વધાર્યું નહીં.રાણપુરમાં હસનઅલી ખોજાનાં સૌરાષ્ટ્રમિત્રમાં ૧૯૨૭માં જોડાયા. પછી સૌરાષ્ટ્રના તંત્રીમંડળમાં. ત્યાંથી ફૂલછાબ સાપ્તાહિકના તંત્રી તરીકે ગયા. પ્રજાબંધુ અને ગુજરાત સમાચાર સાથે પણ સંલગ્ન. મોજમજાહ ફિલ્મ-સાપ્તાહિકના પણ તંત્રી રહેલા. ૧૯૪૫માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.તેમની પુત્રીઓ વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા જાણીતાં લેખિકાઓ છે.૧૯૪૫માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.